સજા વારંટમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઇ, સુરજભાઈ વેગડા, રાજેશભાઈ ગઢવી તથા મુળરાજભાઈ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા નાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે નામદાર શ્રી. ફેમીલી કોર્ટ, નખત્રાણા કચ્છ ના ફોજદારી પરચુરણ અરજી નંબર. ૧૭૩/૨૦૨૪ તારીખ. ૨૯/૧૨/૨૦૨૫ વાળા ના હુકમ અન્વયે સજા વારંટનો આરોપી ભરત મેઘજી પરમાર રહે. રાજપરા તા. માંડવી વાળો હાલે રાજપર ગામે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ હોય જેથી મજકુર ઇસમને પકડી આગળની કાર્યવાહી સારૂ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
ભરત મેઘજી પરમાર રહે. રાજપરા તા. માંડવી