ભુજમાંથી જાહેરમાં આંકડો લેનાર શખ્સને પોલીસે પકડ્યો
copy image

ભુજમાંથી જાહેરમાં આંકડો લેનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજમાં પાટવાડી નાકા પાણીના ટાંકા નજીક કોઈ ઈશમ લોકો પાસેથી કલ્યાણ બજારનો આંકડાનો જુગાર લઇ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પડી અહીથી વરલી મટકાનો આંકડો લેતા આ પન્ટરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.