આદિપુરમાંથી બે ખેલીઓની અટક
copy image

આદિપુર શહેરમાંથી જાહેરમાં પત્તા ટીંચતા બે ખેલીઓને પોલીસે પકડી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આદિપુર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જાહેરમાં ગત બપોરના સમયે બે શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રૂપિયાની રમત કરનાર બંને ઈશમોને પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.