બેંક એકાઉન્ટો ખોલાવડાવી ગેરકાયદેસર નાણાની હેરફેર કરાવી ફ્રોડ કરી ફરાર વધુ એક આરોપીની થઈ ધરપકડ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ નાઓ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામમાં સાયબર ફોડના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુના બનતા અટકાવવા તથા સાયબર ફોડમાં ઉપયોગમાં લેવામાં આવતા ગરીબ તથા જરૂરીયાત મંદ લોકોના મ્યુલ એકાઉન્ટો ખોલવરાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સા.કા.પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૧૬૨૬૦૦૦૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઈ.ટી.એક્ટ કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબના ગુનો તા.૧૬/૦૨/૨૦૨૬ ૨જીસ્ટર થયેલ .

જે ગુનામાં આરોપીઓએ બેંક એકાઉન્ટો ફોડ કરનાર લોકો સુધી તથા ગેર કાયદેસર રીતે નાણાકીય હેરાફેરી કરતા તેમના સાગરીતો સુધી પહોંચાડવા મોટુ કૌંભાડ આચરી ભારતભરમાં ઠગાઈ ક૨ી કુલ-૮૧ બેંક એકાઉન્ટોમાં રૂ।. 182,37,68,862/-જમા કરાવી નાણાકીય સાયબર ફ્રોડ કૌંભાડમાં સંડોવાયેલ વધુ એક ફરાર આરોપીને શોધવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશની ટીમ તથા રાપર પો.સ્ટે દ્વારા હ્યુમંનસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપી યુવરાજસિંહ ઉર્ફે ઈશુભા મંગુભા જાડેજા રહે.અયોધ્યાપુરી ઠાકોર સમાજ વાડી ની બાજુમાં રાપર કચ્છ વાળાઓ ને શોધી પકડી પાડી ગુના કામે ધોરણસર આજ રોજ અટક કરેલ છે.

પકડાયેલ આરોપીનું નામ :

(૧) યુવરાજસિંહ ઉર્ફે ઈલ્લુભા મંગુભા જાડેજા રહે.રાપર

આરોપી પાસેથી મળેલ મુદ્દામાલ ની વિગત:-

(૧) મોબાઈલ ફોન નંગ-૨ કિ.૨૫ ૦00

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી શ્રી ડી.જી.પટેલ સાયબર ક્રાઈમ પો.સ્ટે,પોલીસ ઈંન્સપેકટર જે.બી.બુંબડીયા રાપર પો.સ્ટે તથા પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ચૌધરી તથા પો.સબ.ઇન્સ એચ.બી.કોવાડીયા સાયબર ક્રાઈમ પો.સ્ટે તથા સ્ટાફ ના ઓ જોડાયેલ હતા.