વડવાળા ગામની સીમમાંથી પ્રોહિબિશન કટિંગ’નું મોટું કૌભાંડ ઝડપાયું : ₹5.09 કરોડ નો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પશ્ચિમ કચ્છના પદ્ધર પોલીસ સ્ટેશન હેઠળના વડવાળા ગામની સીમમાં દરોડો પાડીને ‘પ્રોહિબિશન કટિંગ’નું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ દરોડામાં પોલીસે 4 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની કુલ 56,088 બોટલો, બે ટાટા ટ્રક, ત્રણ મિની ટ્રક અને એક મહિન્દ્રા પિકઅપ સહિત કુલ 6 વાહનો કબજે કર્યા છે. 1.08 કરોડના વાહનો તેમજ મોબાઈલ ફોન મળીને કુલ ₹5.09 કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી પોલીસે રાપરના જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેન કરમકમ નામના બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે લિસ્ટેડ બુટલેગર નવજ્યોત ઉર્ફે નવઘણ રાજગોર મહારાજ, અનોપસિંહ રાઠોડ, દેવેન્દ્ર ઉર્ફે દેવો કાપડી સહિત કુલ 23 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે પદ્ધર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 111(2)(B) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે