નાના કપાયામાં હોટેલના હોજમાં પડી જતાં ચાલકનું મોત

body

copy image

copy image

મુંદ્રા તાલુકાનાં નાના કપાયામાં હોટેલના હોજમાં પડી જતાં 34 વર્ષીય યુવાનનું મોત થયું હતું. ત્યારે બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના અજમેરના અને હાલમાં નાના કપાયામાં એમ પોર્ટ હોટેલની બાજુમાં આવેલી રામદેવ હોટેલમાં ચાલક એવા કૈલાશ કહાર સાથે આ ઘટના બની હતી. હતભાગી ગત દિવસે બપોરના સમયે કોઈ કારણે હોટેલમાંના હોજમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.