આડેસરમાં દેશી દારૂ પકડવા માટે ગયેલ પોલીસને દેશી બંદૂક મળી આવી

રાપર તાલુકાના આડેસરમાં દેશી દારૂ પકડવા માટે ગયેલ પોલીસને દેશી બંદૂક મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી, તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આડેસરના જસાણીવાસમાં રહેનાર જુનેદ મુસ્તફા હિંગોરજા નામનો શખ્સ હિંગોરજાવાસમાં પોતાના કબ્જાના વાડામાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પડી અહીથી તપાસ દરમ્યાન દારૂની જગ્યાએ દેશી બંદૂક મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.