ચેક પરત ફરવાના કેસમાં આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

jail

copy image

copy image

ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી ઈશમને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાવના ફરિયાદી એવા ધનજી સામજી બકુત્રાએ આરોપી ઈશમને રૂા. 12,00,000 હાથ ઉછીના આપેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. કોર્ટે જેમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની પૂરેપૂરી રકમ 30 દિવસમાં વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.