ચપરેડીની વાડીમાંથી વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

ભુજ તાલુકાનાં ચપરેડી ગામના સીમ વિસ્તારમાંથી બોરવેલના વાયરની ઉઠાંતરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે ચપરેડી (અટલનગર)ના નરશીભાઈ ગોપાલભાઈ ગાગલ દ્વારા પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત સાંજથી સવાર સુધીમાં સીમ વિસ્તારમાં આવેલી ફરિયાદીની વાડી પરથી ખુલ્લી જગ્યામાં આવેલા બોરવેલનો 370 મીટર તાંબાનો વાયર જેની કિં. રૂા. 11,200ની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયેલ હતા. આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.