સંઘડ ગામમાં અગાઉ દાઝી જનાર યુવાન દંપતી પૈકી પરિણીતાનું સારવાર દરમ્યાન મોત
copy image

અંજાર ખાતે આવેલ સંઘડ ગામમાં દાઝી જનાર યુવાન દંપતી પૈકી 19 વર્ષીય પરિણીતાનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/2ના સાંજના સમયે સંઘડ નજીક જોગણીનાર નજીક હેતલ સોલ્ટ નામના મીઠાંનાં કારખાનામાં કામ કરી અને ત્યાં જ રહેનાર પરિવારમાં આ ઘટના બની હતી. બનાવની વિગતો મુજબ, જલ્પાબેન નામના યુવાન પરિણીતા રસોઇ બનાવી રહ્યા હતા, તે સમયે અકસ્માતે દાઝવા લાગ્યા હતા. તે સમયે તેમનો પતિ પરીણીતાને બચાવવા જતાં તે સમયે તે પણ દાઝી ગયો હતો. ગંભીર હાલતમાં દાઝી ગયેલ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યા સારવાર દરમ્યાન પરિણીતાએ છેલ્લા શ્વાસ લીધા હતા.