ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર ૨૫,૨૬,૨૭ ફેબ્રુઆરીએ આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

 ભુજ તાલુકાના હરીપરના ફાયરિંગ બટ ઉપર તા. ૨૫ ફેબ્રુઆરીના રેન્જ નં.૦૧, ૨૬ ફેબ્રુઆરીના રેન્જ નં.૦૨ અને ૨૭ ફેબ્રુઆરીના રેન્જ નં.૦૩ ખાતે 1(l) Armd Sqn ના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવનારી છે.

        જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફાયરિંગ પ્રેક્ટિસના લીધે કોઈપણ વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.