લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા આયોજિત સ્પર્ધા માં ક્ચ્છભર માંથી આવેલા ૯૪ સ્પર્ધકોમાં અંતરા એ પ્રાપ્ત કરી (સ્પેશ્યલ વિન્નર)ની વિશેષ સિદ્ધિ

ગાંધીધામ : એરફોર્સ સ્કૂલ ભુજમાં અભ્યાસ કરતી અગિયાર વર્ષની બાળ કલાકાર અંતરા ભટ્ટ એ ગીત સંગીત ક્ષેત્રની સ્પર્ધામાં વધુ એક વખત મુઠ્ઠી ઉચેરુ સન્માન પ્રાપ્ત કર્યું છે.
અંતરા ભટ્ટ એ લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા આયોજિત “ઓપન કચ્છ સિંગિંગ સ્ટાર કોમ્પિટિશન” માં એડવાન્સ કેટેગરીમાં બિનહરીફ વિજેતા બની સ્પેશિયલ વિનર (સ્પેશિયલ વિનર) જાહેર થતા સ્વ. રસિકલાલ ભટ્ટ પરિવાર તથા બ્રહ્મ સમાજ કચ્છનો વધુ એક વખત ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં ભુજમાં યોજાયેલી સિંગિંગ સ્ટાર ઓપન કચ્છ કોમ્પિટિશનમાં સમગ્ર જિલ્લામાંથી આવેલા ૯૪ સ્પર્ધકો વચ્ચે અંતરાએ “મેરે ઢોલના” ગીત અતિ કઠિન સરગમ સાથે 11 વર્ષની નાની વયે
સુમધુર કંઠમાં પ્રસ્તુત કરતા નિર્ણાયકશ્રીઓ તથા આયોજક સંસ્થાની કમિટી દ્વારા પ્રભાવિત થઇ અને ઓડિશન રાઉન્ડ વખતે જ અંતરાને વિશેષ કેટેગરી સાથે એડવાન્સમાં બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવતા પોતાની ગાયકીથી અંતરા ભટ્ટે ક્ચ્છના સંગીત ક્ષેત્રમાં નાની વયે વિશેષ સ્થાન અંકિત કરવા સમાન પ્રેરણા દાયક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
અંતરાની વિશિષ્ટ સિદ્ધિ બદલ સ્પર્ધાના દિવસે તેને શ્રીમતી મીનાબેન ભરતભાઈ મહેતા સહિતનાઓ દ્વારા રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. તો વળી ભુજ લાયન્સ ક્લબ ઓફ ક્વિન્સ દ્વારા અંતરાએ મેળવેલી સિદ્ધિ બદલ મહાનુભાવો શ્રી ભરતભાઈ મહેતા, અભય ભાઈ શાહ, સંજયભાઈ ઠક્કર, કમલાબેન જોષી, ઝવેરીલાલભાઈ સોનેજી, રસિકભાઈ મકવાણા,અભયભાઈ શાહ, સંજયભાઈ ઠક્કર, ચેતનભાઈ ચૌહાણ, રીટાબેન છાંટબાર, પ્રીતિબેન અને ક્લબના અન્ય હોદ્દેદારો, તથા નિર્ણાયકશ્રીઓ પ્રગતીબેન વોરા, બીરેન્દ્રભાઈ શુકલાના હસ્તે બિનહરીફ વિજેતા ટ્રોફી થી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવી હતી.
અંતરા સંગીતનું પદ્ધતિસરનું જ્ઞાન સ્પા એકેડેમીના રીમાબેન ખત્રી પાસેથી મેળવી રહી છે. અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ અંતરા ભુજ, માંડવી, ગાંધીધામ, મધ્યે યોજાયેલી વિવિધ સંગીત સ્પર્ધાઓમાં પ્રથમ -દ્વિતીય નંબર મેળવીને હીર ચડકાવી ચુકી છે.
અંતરા પર આ સુમધુર સફળતા બદલ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે.