બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ અને ખનિજનું ખનન કરતા બે મશીન તેમજ ચાર ડમ્પરો ઝડપાયા : ૧.૭૦ કરોડનો મુદ્દામાલ કરાયો કબ્જે

માનનીય જીલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ IAS ની સુચના અન્વયે જીલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ ના થાય તેના ભાગરૂપે કચ્છ-પૂર્વ ની તપાસટીમ દ્વારા છેલ્લા ૩ દિવસમાં પૂર્વ કચ્છ જિલ્લા ના અંજાર તેમજ મુંદ્રા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન સદર વિસ્તારોમાંથી બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ અને સાદી રેતી ખનિજ નું ખનન કરતા બે (૨) મશીન તેમજ ૪ (ચાર) ડમ્પરો પકડવામાં આવેલ.સદર તપાસમાં તપાસટીમ દ્વારા આશરે ૧.૭૦ કરોડ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમ, તપાસ દરમિયાન મશીનો તેમજ ડમ્પરો દ્વારા ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન ધ્યાને આવતા સદરહુ કસુરદારો સામે ગુજરાત મિનરલ ( પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે