દુર્ગાપુરના બંધ મકાનમાંથી 1.46 લાખના શરાબના જથ્થા સાથે એકની ધરપકડ

daru

copy image

copy image

દુર્ગાપુરના બંધ મકાનમાંથી 1.46 લાખના શરાબના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડયૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દુર્ગાપુરના અલ્પનગરીમાં બંધ મકાનમાં દારૂનો જથ્થો રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આ સ્થળ પર રેડ પાડી તપાસ કરતાં અહીથી વિવિધ બ્રાન્ડની શરાબની નાની-મોટી બોટલો નીકળી પડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી અહીથી એક શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.