કચ્છ જિલ્લામાં ચાલી રહેલા HPV રસીકરણ અભિયાન અંગે ગંભીર પ્રશ્નો પારદર્શિતા અને સંમતિ અંગે રજૂઆત
કચ્છ જિલ્લામાં ચાલી રહેલા HPV રસીકરણ અભિયાન અંગે ગંભીર પ્રશ્નો પારદર્શિતા અને સંમતિ વિના અભિયાન કેમ?
તાજેતરમાં પ્રકાશિત ન્યુઝ પેપરમા ૨૮ ફેબ્રુઆરીથી એચપીવી રસી ૧૦,૦૦૦ જેટલી ૧૪ વર્ષની ઉંમર વાડી દિકરીઓને ગાંધીધામ વિસ્તારમાં આપવામાં આવશે તેવું લક્ષ્ય છે જો કે ગર્ભાશયનું કેન્સર થવાની ઔષત ઉમ્ર 50 થી 65 ની વચ્ચે છે. તો શું કરવા ૩૦ વર્ષ પહેલા આ રસી આપવામાં આવે છે રસી લીધા પછી પણ ખાતરી આપવામાં આવતી નથી કે આ કેન્સર નહીં થાય અને એવા કોઈ સાયન્ટિફિક ટ્રાયલ પણ સફળ નથી થયેલ જેનાથી આ સિદ્ધ થાય છે કે તેને રોકવાથી બચાવે છે.
કચ્છ જિલ્લામાં કિશોરીઓ માટે HPV (Human Papillomavirus) રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાબાલિક કિશોરીઓને સામૂહિક રીતે રસી આપવામાં આવે છે ત્યારે શું માતા-પિતાની સંપૂર્ણ, સમજાવીને લેવામાં આવેલી લેખિત સંમતિ લેવામાં આવી રહી છે? શું આ અભિયાન અંગે જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર માર્ગદર્શિકા બહાર પાડી છે? આ પ્રશ્નો અત્યંત ગંભીર છે.
સર્વાઇકલ કેન્સર કે ગર્ભાશયનું કેન્સર બે એક જ છે અને તે થવાના મુખ્ય કારણ શું છે તે સમજીએ.
વારંવાર અનૈતિકસંબંધ બનાવવો, વારંવાર ગર્ભધારણ અને ગર્ભાપાત કરવું, નબળી જનનાંગ, ગર્ભ ન રહે તેની લાંબા સમય સુધી ગોળીનો ઉપયોગ કરવો.
શું ૧૪ વર્ષની બાળકી પર આવી રશી મારવી યોગ્ય છે.
HPV રસી ગર્ભાશય-ગ્રીવા કેન્સર સામે રક્ષણ આપે છે એવી માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ સાથે સાથે કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો અને અહેવાલોમાં ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ અંગે ચર્ચા પણ નોંધાયેલી છે.
Vaccine (April 2016) માં પ્રકાશિત અભ્યાસ મુજબ 2006–2014 દરમિયાન 195,270 મહિલાઓને HPV રસીની 528,913 ડોઝ આપવામાં આવી હતી. તેમાં 958 મહિલાઓ હોસ્પિટલમાં દાખલ થઈ અને 19,351 (લગભગ 10%) મહિલાઓએ 42 દિવસની અંદર ઇમરજન્સી રૂમની મુલાકાત લીધી હોવાનું નોંધાયું હતું.
Journal of Toxicology and Environmental Health (2018) માં પ્રકાશિત અભ્યાસમાં HPV રસી અને ગર્ભાધાન ક્ષમતા ઘટાડા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સમય પહેલાં ડિંબાશય અપર્યાપ્તતા (Premature Ovarian Insufficiency) અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અમેરિકાની VAERS સિસ્ટમમાં ડિસેમ્બર 2019 સુધી HPV રસી સંબંધિત 64,270 સાઈડ ઈફેક્ટ ઘટનાઓ નોંધાયેલી છે.
ભારતમાં 2009 દરમિયાન HPV રસી અભ્યાસોને લઈને 72મા સંયુક્ત સંસદીય અહેવાલમાં ગેરરીતિઓ અંગે ચર્ચા નોંધાઈ હતી. સુપ્રીમ કોર્ટમાં પણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. આવા ઐતિહાસિક સંદર્ભોને અવગણીને આજ ફરીથી સામૂહિક અભિયાન ચલાવવામાં આવે તો તે જાહેર વિશ્વાસ પર પ્રહાર સમાન ગણાય.
આથી
- કચ્છ જિલ્લામાં HPV રસીકરણ અભિયાન અંગે સત્તાવાર જાહેર આદેશ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.
2.દરેક કિશોરીના માતા-પિતાની સ્પષ્ટ, સમજાવીને લેવામાં આવેલી લેખિત સંમતિ ફરજિયાત બનાવવામાં આવે.
3.સંભવિત આડઅસર અને જોખમ અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવે.
4.કોઈપણ પ્રકારની દબાણની પદ્ધતિ તરત બંધ કરવામાં આવે.
5.ફરિયાદ અને મોનીટરીંગ માટે જાહેર હેલ્પલાઇન જાહેર કરવામાં આવે.
જાહેર આરોગ્યના નામે કોઈપણ કાર્યક્રમ પારદર્શિતા વિના, સંપૂર્ણ માહિતી વિના અને લેખિત સંમતિ વિના ચલાવવામાં આવશે તો તે નૈતિક અને લોકશાહી મૂલ્યોને આંચકો પહોંચાડે છે.
આ મુદ્દે આરોગ્ય વિભાગ તાત્કાલિક જાહેર નિવેદન અને હસ્તક્ષેપ કરે તેવી કચ્છ જિલ્લાના નાગરિક તરીકે દૃઢ માંગ કરવામાં આવે છે.