” ભુજ નગરપાલિકા દ્વારા “સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટીવલ) નો શુભારંભ કરવામાં આવેલ”

      શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી નિમિત્તે અને માન. વડાપ્રધાનશ્રી નાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી” સુત્ર ને સાર્થક કરવા ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે ઉદેશથી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ કક્ષાએ “સ્વદેશી મેળા” (શોપિંગ ફેસ્ટિવલ)15/03/2026 સુંધી યોજવા નક્કી કરેલ છે જેના ભાગ રૂપે ભુજ નગરપાલિકા દ્વારા મુખ્ય અધિકારીશ્રી ટવીન્કલબેન પટેલનાં સુચના અને માર્ગદર્શન હેઠળ નગરસેવકોશ્રીઓને સાથે રાખી તા. 25/02/2026 થી તા. 05/03/2026 સુંધી સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટિવલ) ભુજ હાટ ખાતે યોજવા નકકી કરવામાં આવેલ. દૈનિક સમાચાર પત્ર માં જાહેરાત આપી સ્થાનિક કારીગરો, ઉત્પાદકો પાસેથી અરજીઓ મંગાવી ભુજ હાટમાં 50 સ્ટોલ ફળવવામાં આવેલ હતા. ભુજ નગરપાલિકા દ્વારા આજરોજ ભુજ હાટ મધ્યે સાંજે 4.30 કલાકે પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી અને મુખ્ય અધિકારી શ્રી ટવીન્કલબેન પટેલ તેમજ ઉપસ્થિત નગરસેવકોશ્રીઓનાં વરદ હસ્તે રીબીનકાપી દિપ પ્રાગટ્ય કરી સ્વદેશી મેળા નો શુભારંભ કરવામાં આવેલ હતો. કાર્યક્રમમાં મહેમાનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન મુખ્ય અધિકારીશ્રી દ્વારા કરવામાં આવેલ હતું. ડેવલોપમેન્ટ કમિશ્નર ઓફ હેન્ડિકારફ્ટનાં ભૂજ કચેરીનાં શ્રી ગોપેશ કુમાર મૌર્ય ભારત સરકાર દ્વારા હેન્ડીક્રાફ્ટ કારીગરો માટે ચાલવામાં આવતી યોજનાઓ વિશે માહિતી આપી હતી,નગર અધ્યક્ષા દ્વારા જણાવ્યું કે, માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાનાં “વોકલ ફોર લોકલ” અને “હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી” સુત્રને સાર્થક કરવા ભુજ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક કારીગરો, લોકલ ઉત્પાદકો ભાગ લેવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તમામ કારીગરો વિના મુલ્યે 50 સ્ટોલ ભુજ હાટ માં ફાળવવામાં આવ્યા છે અને ભુજ શહેરની જનતાએ મોટી સંખ્યામાં “સ્વદેશી મેળો” મુલાકાત લેવા જણાવ્યું હતું.

        આજના કાર્યક્રમ માં ભુજ નગરપાલિકાનાં ઉપપ્રમુખશ્રી  ઘનશ્યામભાઈ ઠક્કર,નગરસેવકશ્રી સંજયભાઈ ઠક્કર, અનિલભાઈ છત્રાડા, હનીફભાઇ માંજોઠી, ધીરેનભાઈ લાલન, કાસમભાઈ કુંભાર,ભુજ નગરપાલિકાનાં સાસ્કૃતિક સમિતિનાં ચેરમેન શ્રી મનીષાબેન સોલંકી, નગરસેવીકાશ્રી રેશ્માબેન ઝવેરી,સાવિત્રીબેન જાટ,ભુજ શહેર ભાજપનાં ઉપપ્રમુખશ્રી જયંતભાઈ ઠક્કર,ભુજ શહેર ભાજપનાં મહિલા મોર્ચાનાં  ઉપપ્રમુખશ્રી લક્ષ્મીબેન લુહાર હાજર રહ્યા હતા.

        સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન. યુ. એલ. એમ. શાખાનાં મેનેજર કિશોર શેખા, ડિમ્પલબેન ત્રિવેદી તેમજ સ્ટોર શાખા નાં બ્રાન્ચ હેડ શ્રી દક્ષેશભાઈ ભટ્ટ સંભાળ્યું હતું.

નગરપાલિકાનાં સાસ્કૃતિક સમિતિનાં ચેરમેન શ્રી મનીષાબેન સોલંકી, નગરસેવીકાશ્રી રેશ્માબેન ઝવેરી,સાવિત્રીબેન જાટ,ભુજ શહેર ભાજપનાં ઉપપ્રમુખશ્રી જયંતભાઈ ઠક્કર,ભુજ શહેર ભાજપનાં મહિલા મોર્ચાનાં  ઉપપ્રમુખશ્રી લક્ષ્મીબેન લુહાર હાજર રહ્યા હતા.

        સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન. યુ. એલ. એમ. શાખાનાં મેનેજર કિશોર શેખા, ડિમ્પલબેન ત્રિવેદી તેમજ સ્ટોર શાખા નાં બ્રાન્ચ હેડ શ્રી દક્ષેશભાઈ ભટ્ટ સંભાળ્યું હતું.