અંજારના કળશ સર્કલ નજીકથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનિજ જથ્થાનું વહન કરતાં 3 ડમ્પર પકડાયા

આજ રોજ તા.૨૪/૦૨/૨૦૨૬ના વહેલી સવારે ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા મોજે. અંજાર ખાતે આવેલ કળશ સર્કલ પાસે આકસ્મિક તપાસ હાથ ધરતા સિલિકા ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં 3 ડમ્પર પકડવામાં આવેલ. સદર 3 ડમ્પરને સિઝ કરી VNS લિઝ, અંજાર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. વધુમાં મોજે. ભુજ ખાતે નગોર રોડ ખાતેથી સાદીરેતી ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં ૦૧ ડમ્પર પકડવામાં આવેલ. સદર ડમ્પરને સિઝ કરી સરકારી ગોદામ, ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે.
તેમજ ગઈ કાલે તા. ૨૩/૦૨/૨૦૨૬ના રોજ મોજે. મોટા કપાયા નદી વિસ્તાર ખાતેથી સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં એક ડમ્પર અને એક લોડર મશીન પકડવામાં આવેલ. સદર ડમ્પર અને લોડર મશીનને સિઝ કરી મુંદ્રા પોલિસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.