ગોડપર-સરલી સીમમાં બાવળોની ઝાડીમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

copy image

copy image

ભુજના ગોડપર-સરલી સીમ વિસ્તારમાંથી બાવળોની ઝાડીમાં દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, એલસીબીની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગોડપર-સરલી વચ્ચે ગોડપરની સીમમાં બાવળોની ઝાડીમાં કોઈ શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી દેશી બંદૂક સાથે આ ઈશમને રંગે હાથ ઝડપી પડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.