સુન્ની દાવત-એ-ઇસ્લામી શાખ મથડા તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં રમઝાન મુબારકના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખી ગરીબ લોકોને રાશન કિડ વિતરણ કરાયું

સુન્ની દાવત-એ-ઇસ્લામી શાખ મથડા અંજાર તાલુકાના તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં રમઝાન મુબારકના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને ગરીબ, લોકો ને રાશનકિડ વિતરણ કરવામાં આવ્યું અંજાર ભુજ તાલુકાના ગામ ચંદીયા ચકાર કોટડા મોટા રેહા હાજાપર
સુન્ની દાવતે ઈસ્લામી કરછમા અલગ અલગ વિસ્તારોમા જરૂરિયાતમંદ અને ગરીબો પરિવારોને સહાય પહોંચાડવા આવી છે
હાલે રમઝાન મહીનો ચાલી રહ્યો છે ત્યારે
રાશન કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવા કાર્ય ના રોજ કચ્છના વિવિધ વિસ્તારોમાં સફળતાપૂર્વક અમલમાં મૂકાયું. આ અભિયાનની આગેવાની મોલાના અહમદ રઝા અકબરી મોલાના ઝૂબેર અહમદ અકબરી મથડા મોલાના ઉંમર કચ્છ પ્રમુખ હઝરત હાજી ઉસ્માન ગની હાજી અહમદ માજી સરપંચ ઇસાક હાસમ કેરમ માસ્ટર અસ્લમ ભાઈએ સાથે રહ્યાં હતાં
સુન્ની દાવત-એ-ઇસ્લામીના જવાબદારોએ અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ અભિયાન અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક ખાદ્ય સામગ્રીથી ભરેલી રમઝાન રાશન કિટ્સ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી, જેથી તેઓ રમઝાનના મહિને સુખરૂપે રોજા રાખી શકે અને ઘરેલુ જરૂરિયાતો પૂર્ણ કરી શકે.
સુન્ની દાવત-એ-ઇસ્લામી દ્વારા વર્ષોથી માનવ સેવા, ગરીબોની મદદ અને સામાજિક કલ્યાણના અનેક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. રમઝાન મહિને ભૂખ્યા અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ ઈસ્લામની મહત્વપૂર્ણ શિક્ષા છે, જેને આધારે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સ્થાનિક લોકો દ્વારા આ સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી અને સુન્ની દાવત-એ-ઇસ્લામીના આ માનવતાભર્યા પ્રયાસોને આવકાર આપવામાં આવ્યો.