અંતરજાળમાં 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

sus

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંતરજાળના અગારિયા ફળિયામાં રહેનાર ધનજી નારણ આગરિયા નામનો યુવાન ગત દિવસે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ આગમય કારણે ઘરમાં પાઈપમાં રસી વડે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવકને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.