ભુજમાં 29 વર્ષીય મહિલાનો આપઘાત
copy image

ભુજમાં 29 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજના એરપોર્ટ રોડ પર ઓધવવંદનામાં રહેનાર દક્ષાબેન પરેશકુમાર મીઠાણી નામના મહિલા પોતાના ઘરે હતા તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે જાણ થતાં તેમને તાત્કાલિક સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.