વરસાણા ચોકડી નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 20 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો

copy image

copy image

વરસાણા ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે મળતી વિગતો મુજબ, વરસાણા ચોકડીથી ભીમાસર તરફ જતા માર્ગે આ ઘટના બની હતી. હતભાગી પાલાભાઈ નામનો યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો તે સમયે પૂરઝડપે આવતી સફેદ રંગની વેન્યૂ કારના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનનું સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.