SSCની પ્રથમ દિવસની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થિનીની તબીયત બગડતાં સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ કચેરીનાં સરકારી વાહનથી હોસ્પિટલ પહોંચાડી

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી : આજ રોજ એસ. એસ. સી. ની પ્રથમ દિવસની પરીક્ષામાં જિલ્લા શિક્ષણાધિકારી એ પૂર્વ કચ્છમાં સરકારી હાઇસ્કૂલ ગણેશનગર અને માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા તેમજ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ આદિપુર અને ડી. વી. હાઇસ્કૂલ અંજારની મુલાકાત લીધી હતી. કે.કે.એમ. એસ. હાઇસ્કૂલ અંજાર કેન્દ્ર ખાતે નવાગામ હાઈસ્કૂલની વિદ્યાર્થિની સથવારા પ્રિયંકા અરવિંદભાઈની તબિયત બગડતાં સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી એ માનવતા મહેકાવી કચેરી નાં સરકારી વાહન થી રેફરલ હોસ્પિટલ પહોંચાડી હતી અને સારવાર થયા બાદ પુનઃ પરીક્ષા અપાવી હતી અને વધારાની ૩૦ મિનિટની સહાનુભૂતિ પૂર્વક જોગવાઈ પણ કરવામાં આવી હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ ગેરરીતિ કેસ વિના આજની પરીક્ષા સંપન્ન થઈ હતી.