ચૂનડીમાં 19 વર્ષીય યુવાનને વીજ શોક ભરખી ગયો
copy image

ચૂનડીમાં વીજ શોકથી 19 વર્ષીય યુવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજના ચુનડીની વાડી વિસ્તારમાં સવારના સમયે શ્રમિક યુવક વિજયભાઇ દિનેશભાઇ ડામોરને ઝાડ પરથી કરંટ લાગતાં તે બેભાન થયો હતો. આ યુવાનને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.