કોડકી ગામે 36 વર્ષીય પરિણીતાનું મોત
copy image

ભુજ તાલુકાનાં કોડકી ગામે 36 વર્ષીય પરિણીતાનું મોત થયાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજના કોડકી ગામમાં રહેતા નેહાબેન જીગરભાઇ બારમેડા નામના પરીણીતા ગત રાતે ઘરે બેભાન થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. હતભાગીના ગળામાં ફાંસો ખાવાના નિશાન મળી આવેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ છે. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.