આદિપુરમાં ચાલુ મકાનના કામ દરમ્યાન 72000ની સેન્ટ્રીંગ પ્લેટોની ઉઠાંતરી

copy image

copy image

આદિપુરની એક સોસાયટીમાં ચાલુ મકાનના કામ દરમ્યાન 72000ની સેન્ટ્રીંગ પ્લેટોની ઉઠાંતરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આ બનાવના ફરિયાદી એવા મેઘપર બોરીચીની રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેનાર બબલુ રામધ્યાનપ્રસાદ સેન્ટ્રીંગનું કામ કરે છે. ફરિયાદીએ આદિપુરની જલારામ સોસાયટીમાં એક મકાનનું કામ રાખેલ હોવાથી ત્યાં સેન્ટ્રીંગ પ્લેટો પહોંચાડવામાં આવેલ હતી. ગત તા. 23/2ના રોજ આ પ્લેટો તે સ્થળે હતી પરંતુ 28/2ના તમામ ગુમ જણાઈ હતી. અજાણ્યા ચોર ઈશમો રૂા. 72,000ની 60 પ્લેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.