ભુજમાં રીક્ષામાં ચાલી રહેલ આંક-ફેરનો જુગારનો પર્દાફાશ કરી પોલીસે એક આરોપીને દબોચ્યો

copy image

copy image

ભુજમાં રીક્ષામાં ચાલી રહેલ આંક-ફેરનો જુગારનો પર્દાફાશ કરી પોલીસે એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધમાં જાણકારી મળી રહી છે, એ-ડિવિઝન પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના બસ સ્ટેશન માર્ગે જલદીપ હોટલ નજીક ઊભેલી સીએનજી રીક્ષામાં કોઈ ઈશમ ગ્રાહકો પાસેથી આંકડો લઈ જુગાર રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.