ભચાઉની એક ઓરડીમાંથી 2.72 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર
copy image

ભચાઉની એક ઓરડીમાંથી 2.72 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહયા છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે, પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના મણિનગર વિસ્તારમાં ઓરડીઓનો કબ્જો ધરાવનાર વિક્રમસિંહ કિશોરસિંહ ભાટી નામના શખ્સે તેમાં દારૂ સંતાડી રાખેલ છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આ સ્થળ પરથી અલગ અલગ બ્રાંડનો કુલ રૂા. 2,72,800નો દારૂ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.