ભારતીય બનાવટનો વિદેશીદારુ જથ્થો પકડી પાડતી ખાવડા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા પ્રોહીબીશન બદી નેશનાબુદ કરવા કડક સુચના આપવામાં આવેલ જે અનુંશંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહબે ભુજ વિભાગ ભુજ તથા ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.ચાવડાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે ખાવડા પો.સ્ટેના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

આજરોજ તા.૨૮/૦૨/૨૦૨૬ના બપોરના ત્રણેક વાગ્યાના સોલારીસ ત્રણ રસ્તા પાસે ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી રઘુવીરસિંહ જાડેજા તથા તેજસિહ એસ. રાજપુતનાઓને સંયુક્ત હકીકત બાતમી મળેલ કે, રાજસ્થાન પાર્સીગ સ્કોર્પીયો ગાડી જેના રજી.નં.RJ-19-UD-1805 વાળીનો ચાલક રાજસ્થાનથી પરત આવી રહેલ છે જે પોતાના કબ્જાની એક ગાડીમા રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી લઇ આવી રહેલ છે. અને તે જથ્થો આઇ.ઈ.પાર્કમાં અંદર લઈ જશે તેવી હકીકત આધારે વોચમાં હતા તે દરમ્યાન હકીકત વાળી સ્કોર્પીયો ગાડી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં ઇંગ્લીસ દારૂ ભરવા માટે ચોર ખાનુ બનાવેલ જે ચેક કરતા મજકુર ઇસમના કબ્જાની ગાડીના ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ નંગ.૩૭ મળી આવતા. મજકુર ઇસમ વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ), (ઈ),૯૮(૨) ગુનો રજીસ્ટર કરી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) ચન્દારામ કરના રામ ઉ.વ.૧૯ રહે મુળ.કાનોડીયા મહાસિંહ,જોધપુર રાજસ્થાન.

કબ્જે કરેલ મુદામાલ

(৭) MCDOWELLS NO.1 DELUXE COLLECTION WHISKY बोटल नंग-३७ डि.३.२७५००/-

(૨) સ્કોર્પિઓ ગાડી જી. નંબર RJ-19-UD-1805 જેની કી.રૂ. ૮,૦૦,000/-

(૩) સેમસંગ કંપનીનો GALAXY F-55 5G મોબાઈલ ની કિં.રૂ. ૧૦,૦૦૦/- એમ કુલ્લે કિં.રૂ. ૮,૩૭,૫૦૦/-

આ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઈન્સશ્રી એમ.બી. ચાવડા સાહેબ તથા પો.હેડ.કોન્સ જગદિશભાઇ જે ચૌધરી પો.કોન્સ ભીખુભાઇ બી નંદાણીયા મુજબના પોલીસ કર્મચારીઓ જાડાયેલ હતા.