ગ્રામ વસાહત નજીક આવી ચડેલ મગરને ગ્રામજનો સાથે રેસ્કયુ કરી વિજય સાગર ડેમમાં છોડતી કોડાય પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તરફથી મળેલ સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, મુંદરા વિભાગ મુંદરાનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ પોલીસે માનવતા તથા પ્રજાકિય ક્રાયો લોકભાગીદારીથી પાર પાડવા અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી તકેદારી રાખી પ્રજાના સુખાકારી માટેના કાર્યો કરવાની પ્રેરણા મળેલ તે મુજબ
જે અન્વયે બી.પી.ખરાડી, પોલીસ ઇન્સ્પેક્ટર, કોડાય પોલીસ સ્ટેશનનાઓની સુચના મુજબ આજરોજ તા.૦૧/૦૩/૨૦૨૬ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં મદનપુરા ગામના વાડી વિસ્તારમાં જળચર પ્રાણી મગર આવી ચડતા તે બાબતની જાણ વાડીમાં કામ કરતા માણસો દ્રારા કોડાય પોલીસને થતા કોડાય પોલીસની ટીમ તાત્કાલીક સ્થાનિકે પહોંચી જઇ જોતા મગરની જગ્યા થી માણસોની વસાહટ તથા જાહેર રોડ ખુબ નજીકમાં હોઇ અને મગર માનવ વસાહટમાં જઇ શકે તેવી પુરી સંભાવના હોઇ, તાત્કાલીક ધોરણે કોડાય પોલીસના કર્મચારીઓએ ગ્રામ લોકોની મદદ મેળવી જરૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કરીને મગરને વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ અને બાદમાં ફોર વ્હીલ વાહનના ઉપયોગથી રેસ્કયુ કરાયેલા મગરને વાડી વિસ્તારથી કિ.મી. ૨૦ દુર આવેલ વિજય સાગર ડેમમાં સહી સલામત છોડવામાં આવેલ. ઉપરોકત કામગીરીમાં કોડાય પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઇ. પ્રવિણભાઇ શીવાભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ દલજીભાઇ ચૌધરી તથા પો.હેડ કોન્સ. હરીભાઇ મુળુભા ગઢવી તથા પો.કોન્સ. કાનજીભાઇ ગઢવી હાજર રહેલ હતા.