એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી :- એક જાગૃત નાગરીક
આરોપી :-
પંકજકુમાર પરષોત્તમભાઇ પટેલ, પો.સ.ઇ., વર્ગ-૩, ખંભાત સીટી પોલીસ સ્ટેશન, ખંભાત, તા.ખંભાત, જી.આણંદ
ટ્રેપની તારીખ :- તા.૦૧/૦૩/૨૦૨૬
લાંચની માંગણીની રકમ : રૂા.૩૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂા.૩૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂા.૩૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ :- મોજે લાલ દરવાજા પોલીસ ચોકી પાસે, જાહેર જગ્યા, ખંભાત, તા.ખંભાત, જી.આણંદ
ટુંક વિગત :-
એવી રીતે કે, આ કામના ફરીયાદી તથા તેમના ભાગીદાર દ્ધારા ખંભાત શહેર માં જમીન રાખી તેમાં પ્લોટ પાડેલ હતા અને આ જમીન અશાંતધારા હેઠળ આવતી હોય જેથી પ્લોટ વેચાણ આપવા સારુ અશાંતધારાની મંજુરી મેળવવા જમીનના માલિકે વેચાણ લેનારની વિગત સાથે પ્રાંત કચેરી ખંભાત ખાતે અરજી કરેલ. જે અરજી પોલીસ અભિપ્રાય અર્થે ખંભાત સીટી પો.સ્ટે. ખાતે આવેલ અને આ અરજીની તપાસ આ કામના આરોપી કરતા હોઇ આ કામના ફરીયાદી આરોપીને મળી અશાંતધારાની મંજુરી મેળવવા આવેલ બે અરજીઓના અભિપ્રાય બાબતે વાત કરતા આરોપીએ એક અરજી દીઠ રૂ.૧૫,૦૦૦/- લેખે બે અરજીના રૂ.૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૦૧/૦૩/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૩૦,૦૦૦/- સ્વીકારી, પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
સુ.શ્રી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી :-
શ્રી એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ
ઇન્ચાર્જ અધિકારી :-
શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ by information m a bava committee for the povion of currpatin parsidnt Gujarat