આદિપુરમાંથી 11 હજારની રોકડ સાથે જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઈ

copy image

copy image

આદિપુરમાંથી જાહેરમાં જુગાર રમતી સાત મહિલાને પોલીસે પકડી પાડી છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આદિપુરના સંત કંવરરામ નગર સોસાયટી વિસ્તારમાં આવેલ કોઈ મકાન બહાર અમુક મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમી રહી હતી. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રોકડ રૂા. 11,230 સાથે જુગાર રમતી સાત મહિલાઓને રંગે હાથ પકડી પાડી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.