ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેનાર પન્ટરને પોલીસે રંગે હાથ ઝડપ્યો

police

copy image

copy image

ગાંધીધામના નવી સુંદરપુરી નજીકથી જાહેરમાં આંકડો લેનાર પન્ટરને પોલીસે રંગે હાથ ઝડપી પડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના સુંદરપુરી નજીક દ્વારકા ફર્નિચર નજીક એક શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઈ રહ્યો હતો તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી નવી સુંદપુરીના શરીફ ઉર્ફે સલમાન ઈકબાલખાન પઠાણ નામના શખ્સ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.