ખાવડાના આર.ઈ. પાર્કમાંથી 1.50 લાખના વાયરની ઉઠાંતરી
copy image

ખાવડાના આર.ઈ. પાર્કમાંથી 1.50 લાખના વાયરની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, આ ચોરી અંગે સિક્યુરિટી કંપનીના સુપરવાઈઝરે ફરિયાદ દાખલ કરાવેલ છે, જે અનુસાર ગત તા. 23/2ના આર.ઈ. પાર્કમાં સ્ટ્રલિંગ વિલ્સન કંપનીના જુદા જુદા બ્લોકમાં સોલાર પ્લેટમાં લાગેલા 1,50,000ની કિમતના કોપર વાયર પર હાથ સાફ કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.