ખાવડામાં સ્કોર્પિયો ગાડીમાંથી શરાબની 37 બોટલ સાથે એકની ધરપકડ

police

copy image

copy image

ખાવડામાં સ્કોર્પિયો ગાડીમાંથી શરાબની 37 બોટલ એક ઈશમને પોલીસે પકડી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડયૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખાવડાના સોલારીસ ગેસ્ટ હાઉસ નજીક આવેલી સ્કોર્પિયો ગાડીમાં શરાબની બોટલ સાથે કોઈ શખ્સ હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પર જઈ ગાડીની તપાસ કરતાં તેમાંથી વ્હીસ્કીની 37 બોટલ કિં. રૂા. 27,500 નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.