“NO DRUGS IN EAST-KUTCH CAMPAIGN” અંજારના વરસાણા ખાતેથી માદક પદાર્થ હેરોઈન કિ.રૂ.૪.૪૭ લાખના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી અંજાર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ સરહદી રેન્જ, ભુજ (કચ્છ)ના તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારસાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ-કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરીસાહેબ અંજાર વિભાગ, અંજાર નાઓએ જીલ્લામાં NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતગર્ત ગે.કા. રીતે કેફી અને માદક પદાર્થના સેવન, વેચાણ, હેરાફેરી તથા વેપારની પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા જરૂરી સુચન તથા માર્ગદર્શન આપેલ હોઈ જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ગોહીલ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્રારા આવી પ્રવૃતિ કરતા ઈસમો પર વોચ રાખી ચોક્કસ બાતમી હકીકત આધારે રેઈડ કરી અંજારના વરસાણા ગામના બસ સ્ટેશન બાજુમાં આવેલ પતરાવાળા હોટેલ (ધાબા) માંથી ગે.કા. માદક પદાર્થ હેરોઈન( સ્મેક, ચીટા)ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડેલ અને મજકૂર ઈસમને સદર પકડાયેલ માદક પદાર્થના જથ્થા બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, આ માદક પદાર્થનો જથ્થો તેને રમેશભાઈ હરીરામ બિશ્નોઈ હાલે રહે જવાહ૨નગર ગાંધીધામ મુળ ૨હે. સંકડ, તા.જી. જાલોર-રાજસ્થાન વાળો આપી ગયેલ અને પોતે ધાબ ઉપર આવતા ગ્રાહકોને છુટકમાં વેચાણ કરતો હતો જે હકિકત જણાવતા હાજર મળી આવેલ ઈસમ વિરુધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ ૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદે૨સની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગુનાની વિગત:-

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૬૦૨૨૭/૨૬ એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ

પકડાયેલ આરોપી :-

(૧) પ્રકાશકુમાર હરીંગારામ બિશ્નોઈ ઉ.વ.૩૪ હાલ રહે-પતરાવાળા ધાબામાં, બસ સ્ટેશનની બાજુમાં, વરસાણા તા.અંજાર-કચ્છ મુળ રહે-વિરમાણીયાકી ઢાણી ચેનપુરા તા.ગુડામલાણી જી.બાડમેર

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.