કંડલા વિસ્તારમાં CSF દ્વારા શ્રમિકો પર મારપીટની ગંભીર ઘટના સામે આવી

આજ રોજ કંડલા વિસ્તારમાં CSF દ્વારા શ્રમિકો પર મારપીટની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કેટલાક શ્રમિકોને બિનકારણ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે.
ઈજાગ્રસ્ત શ્રમિકોને અત્યારે ૧૦:૩૦ કલાકે તાત્કાલિક સારવાર માટે ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે જ્યાં તેમની ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રો મુજબ, સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.