અદાણી ફાઉ. દ્વારા મુંદ્રાના મોટા કાંડાગરામાં વનીકરણનો શુભારંભ
copy image

અહીં 6,000 થી વધુ વૃક્ષો વાવીને ઘટાદાર જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે
પ્રોજેક્ટથી માત્ર ‘ઓક્સિજન પાર્ક’ જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને
જીવંત ઇકોસિસ્ટમ પણ વિકસિત થશે
47 થી વધુ પ્રકારના ફૂલ-છોડ, વેલાઓ, ફળાઉ વૃક્ષો અને આયુર્વેદિક જડીબુટ્ટીઓનું
વાવેતર કરી તેને ‘નંદનવન’ બનાવવામાં આવશે.
પર્યાવરણીય સંરક્ષણ અને હરિયાળીના શુભ સંકલ્પ સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા તાલુકાના
મોટા કાંડાગરા ગામમાં ઐતિહાસિક વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. અદાણી
ફાઉન્ડેશન અને મુંદ્રા પેટ્રોકેમના સંયુક્ત ઉપક્રમે જાપાનીઝ ‘મિયાવાકી પદ્ધતિ’ દ્વારા અહીં 6,000
થી વધુ વૃક્ષો વાવીને ઘટાદાર જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી માત્ર
‘ઓક્સિજન પાર્ક’ જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને જીવંત ઇકોસિસ્ટમ પણ
વિકસિત થશે.
આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા એ છે કે આધુનિક ટેકનોલોજી થકી વૈવિધ્યસભર વનસ્પતિ ઉગાડી
જીવંત ઇકોસિસ્ટમ વિકસીત કરવામાં આવશે. 47 થી વધુ પ્રકારના ફૂલ-છોડ, વેલાઓ, ફળાઉ
વૃક્ષો અને આયુર્વેદિક જડીબુટ્ટીઓનું વાવેતર કરી તેને ‘નંદનવન’ બનાવવામાં આવશે. જેમાં
પીપળો, વડ, લીમડો જેવા છાયાદાર વૃક્ષો; આંબા, ચીકુ જેવા ફળદ્રુપ વૃક્ષો અને તુલસી, અરડૂસી
જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે.
વૃક્ષોના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે મિયાવાકી પદ્ધતિની સાથે ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ)
પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિમાં સામાન્ય કરતા ૧૦ ગણી ઝડપથી
વૃક્ષોનો વિકાસ થાય છે અને જંગલ ૩૦ ગણું વધુ ઘટાદાર બને છે. મુંદ્રા જેવા અર્ધ-શુષ્ક વિસ્તારમાં
ઓછા સમયમાં ‘ગ્રીન કવર’ વધારવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ગ્રામજનોના સહયોગથી
તૈયાર થતું આ ‘વૃક્ષ મંદિર’ પર્યાવરણ અને જૈવવિવિધતાના જતન માટે સીમાચિહ્નરૂપ સાબિત
થશે. આ અભિયાનમાં મોટા કાંડગરા ગામના સરપંચશ્રી, સહિત સ્થાનિક અગ્રણીઓ અને
વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રુપ દ્વારા પર્યાવરણીય સુરક્ષા અને સસ્ટેનેબિલિટી (ટકાઉ વિકાસ)
માટે અનેક નોંધપાત્ર પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માત્ર જંગલો પૂરતી
મર્યાદિત નથી, પણ જમીનની ફળદ્રુપતા સાથે પણ જોડાયેલી છે. ફાઉન્ડેશન હજારો ખેડૂતોને
રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે તાલીમ અને બિયારણ પૂરા પાડે છે.
ગાયના છાણમાંથી બાયો-ગેસ અને ખાતર બનાવવાના પ્રોજેક્ટ્સથી ગ્રામીણ ઉર્જા અને પર્યાવરણ
બંનેનું જતન થાય છે.