અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ

અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નો આજથી આરંભ
દયાપર : લખપત તાલુકાના અમિયા નજીક આવેલ ધાર્મિક સ્થાનક ઉગમ સિંહ ભાટીના ધુણા ખાતે નવ નિર્માણ પામેલ નૂતન મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી આરંભ થશે જેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપઆપવામાં આવ્યો હતો
અમીયાથી અંદાજિત અઢી ત્રણ કિલોમીટરના અંતરે ડુંગરની ટેકરી પર આવેલા ઉગમસિંહ ભાટીના ધાર્મિક સ્થાનકે નવનિર્માણ પામેલ મહાકાલેશ્વર મહાદેવજીના મંદિરનો ધુણાના મહંત રાજનગીરી બાપુના અધ્યક્ષ સ્થાને શરૂ થનાર ત્રિદીવસીય પ્રતિષ્ઠા મહોત્સવના શિવ પરિવાર મૂર્તિના દાતા નારણગીરી બાલગીરીજી, જડેશ્વર મહાદેવ મંદિર પૂજારી,મોસુણાવાળા તેમજ સંતો ની ઉપસ્થિતિ આજે તા.21/4 સવારે 8:30 કલાકે ગણપતિ પૂજન સાથે આરંભ થશે મંડપ પ્રવેશ,કુંડ પૂજન, સ્થાપિત દેવ પૂજન, કુંડ પૂજન અગ્નિ સ્થાપન સહિતની ધાર્મિક વિધિ યજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી કિરણભાઈ જોશી રવાપર વાળા તેમજ ભૂદેવો દ્વારા કરાવવામાં આવશે રાત્રે આદેશ મંડળીના કલાકારો દ્વારા આરાઘીવાણીનો કાર્યક્રમ યોજાશે બીજા દિવસે તા 22/4 ના સવારે 9:15 કલાકે કુટીર હોમ, જલયાત્રા,ન્યાસ વિધિ બાદ રાત્રે ઝુરા કેંમ્પના કલાકારો દ્વારા આરાઘીવાણી યોજાશે જ્યારે મહોત્સવના ત્રીજા દિવસે તા.23/4 ના સવારે હોમ હવનની ધાર્મિક વિધિ સાથે મહાદેવજીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ આરતી પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે ત્રણ દિવસ સુધી ચાલનારા ધાર્મિક મહોત્સવ ઉજવણીની આયોજન વ્યવસ્થા મહાકાલેશ્વર મહાદેવ મંદિર સમિતિ, ઉગમસિંહ ભાટી સેવા સમિતિ અમીયા,ખટીયા,જુનાચાય તેમજ સેવક સભ્યો દ્વારા સંભાળવામાં આવશે