દાહોદમાં સર્જાયેલ ગોઝારી ઘટનામાં વૃદ્ધનુ કમકમાટીભર્યું મોત
copy image

દાહોદમાં સર્જાયેલ ગોઝારી ઘટનામાં એક વૃદ્ધનુ કમકમાટીભર્યું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, દાહોદના પરેલ વિસ્તારમાં એક બેફામ ગતિએ આવતી ક્રૂઝર ગાડીના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. બાદમાં ક્રૂરતાથી તેમને અડધો કિલોમીટર સુધી રસ્તા પર ઢસડ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ મામલે પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.