વરલી મટકાનો આંક ફરકનો આંકડાના જુગારનો કેસ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ. દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ કરણસિંહ જાડેજા તથા શક્તિસિંહ ભગવતસિંહ ગઢવી તથા જયદેવસિંહ જગદીશસિંહ જાડેજા તથા જીવરાજ વીરાભાઇ ગઢવીનાઓ આધુનીક ઈન્વેસ્ટીગેશન કીટ સાથે ભુજ શહેર/તાલુકા વિસ્તારમાં પ્રાઇવેટ વાહનથી પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન ફરતા ફરતા સુમરાડેલી ત્રણ રસ્તા પાસે આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત કે, “અશરફ ઉમર કુરેશી રહે.ખાટકી ફળીયુ ભુજ વાળો હાલે ભીડનાકા અંદર ઠોઠાવંડી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પબ્લીકના માણસો પાસેથી રૂપિયા લઇ પોતાના ડાયરીમાં આકડા લખી આંક ફરકનો આકડાનો વરલી મટકાનો ગે.કા. જુગાર રમી રમાડે છે” તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકિકત મળેલ હોય જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમને ગે.કા. રીતે નાઇટ મીલનનો વરલી મટકાનો આંક ફરકનો આંકડાનો રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રમાડતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી :-

અશરફ ઉમર કુરેશી ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે. મટન માર્કેટ પાસે ખાટકી ફળીયુ

કબ્જે કરેલ મુદામાલ

  • રોકડા રૂપિયા – ૧૨,૨૮૦/-
  • ડાયરી તથા પેન કી.રૂા.00/-
  • મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/-

એમ કુલ્લે કિ.રૂ. ૧૨,૭૮૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ભુજ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૨૫૩/૨૦૨૬ જુગાર ધારા અધિનિયમ કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.