વરસામેડીમાં યુવાનનો આપઘાત
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, અકમસ્માત મોતનો આ બનાવ ગત તા.3ના બપોરના સમયે બન્યો હતો. હતભાગી ક્રિષ્નકુમાર માતા પ્રસાદ નામનો યુવક પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.