ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધુળેટી પર્વ નિમિતે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી રૂા. 11 લાખ કરતા વધુ આવક મેળવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધુળેટી પર્વ નિમિતે મુસાફરોને વતન
આવવા-જવા માટે મુસાફરોના પ્રમાણને ધ્યાને લઈ તા. 25.02.2026 થી તા.07.03.2026 સુધી નિયમીત તેમજ
જરૂરીઆત મુજબનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી રૂા. 11 લાખ કરતા વધુ આવક મેળવેલી છે
કચ્છ જિલ્લાના નાગરિકોને હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે
તેમજ પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ વિભાગ દ્વારા પોતાના તાબા
હેઠળના ડેપોથી પંચમહાલ/દાહોદ જિલ્લાના જુદા જુદા શહેરો જેવા કે દાહોદ, લુણાવાડા, પિટોલને જોડતી એક્સ્ટ્રા બસો
દોડાવવાનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ નિયમિત સંચાલનની અલગ અલગ જિલ્લાઓને જોડતી લાંબા અંતરની
બસો થકી જિલ્લાના તેમજ બહારથી વસવાટ કરતા મુસાફરોને વધુ બસ સેવાનો લાભ મળી રહે તેવુ સુચારૂ આયોજન
ભુજ વિભાગ દ્વારા હાથ ધરેલ. જે અંતર્ગત મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ નિયમીત સંચાલન ઉપરાંત કુલ 72 જેટલી
વધારાની ટ્રીપનું સંચાલન કરી કુલ રૂા.11,45,962/- આવક સાથે રૂા. 28.74 પ્રતિ કિમી દિઠ આવક મેળવેલી છે. આમ
સમગ્ર સંચાલન દરમિયાન વધારાના સંચાલનથી 3301 જેટલા નિયત ઉપરાંત વધારાના પ્રવાસીઓએ સદર એકસ્ટ્રા
સંચાલનનો લાભ મેળવેલો છે તેવું વિભાગીય નિયામક એસ.ટી ભુજની અખબારી યાદીમાં જણાવ્યું છે.