ભીમ આર્મી ભારત એકતા મિશન ક્ચ્છ ટીમ દ્વારા નખત્રાણા વિસ્તારમાં ગેર પ્રવુતિ ઉપર રોક લગાવવા PSI RD બેગડિયાને રજૂઆત કરાઈ

નખત્રાણા તા. ૦૬-૦૩-૨૦૨૬ આજ રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે જઈ પી એસ આઈ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે હાલ નખત્રાણા તેમજ નખત્રાણા પોલીસની હદમાં આવતા અનેક ગામોમાં દારૂ નું દુષણ દિવસે દિવસ વધી રહ્યું છે. બુટલેગરો બેફામ થઇ દારૂ વહેંચી રહ્યા છે. તેમજ જુગાર જેવી પણ ગૈર પ્રવુતિઓ ચાલી રહી છે.
ત્યારે ખાસ કરીને લોકોના જીવન ઉપર તેની ખરાબ અસર પડી રહી છે. સમાજ માં આ દુષણના કારણે અનેક ઘર પરિવારો બરબાદ થઇ રહ્યા છે. મહિલાઓ ઉપર તેની ગ્રહસ્તી પર સીધી અસર પડી રહી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં અનેકો જગ્યાએ દારૂ ખુલ્લે આમ વહેંચાઈ રહ્યું છે. આવી ગૈર પ્રવુતિ ઉપર વહેલી તકે દારૂબંધીના કાયદાનું કડક અમલવારી કરવામાં આવે અન્યથા દિવસ આઠ બાદ ભીમ આર્મી ટીમ દ્વારા જનતા રેડ કરવામાં આવશે તેમજ આવી ગૈર પ્રવુતિ સામે લાડવા અને પ્રજાને જાગૃત કરવા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં પણ આવી છે. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ઇકબાલ જત, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ દેવજીભાઈ મણવર કચ્છ જિલ્લા સંગઠનમંત્રી જીતુભાઈ દાફડા, કચ્છ જિલ્લા મહામંત્રી ભીમજીભાઇ બોચિયા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદ વાઘેલા, કચ્છ જિલ્લા ખજાનચી કલ્પેશ મેરીયા, કચ્છ જિલ્લા સંગઠનમંત્રી શામજીભાઈ દાફડા, કચ્છ જિલ્લા સંગઠન મંત્રી નવાબભાઇ ખલીફા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ આંબાભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા, જિલ્લા પંચાયતના સુમારભાઈ બોચિયા, નખત્રાણા તાલુકા પ્રમુખ દિનેશ ખોખર,
મહામંત્રી હીરજી જે ભદ્રુ
મહિલા સંગઠન પ્રમુખ
રાધાબેન વાઘેલા, ઉપ.પ્રમુખ ચેતનાબેન ગૌસ્વામી, મહિલા સંગઠન વિંગ જિલ્લા પ્રમુખ ભારતી બેન ગરવા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.