ભુજમાંથી 5.07 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને પો.સ.ઇ. એમ.એચ.શીણોલ સાહેબ સાથે એ.એસ.આઈ. અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી તથા સુનીલકુમાર પરમારનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ફરતા ફરતા ભુજ મધ્યે જ્યુબેલી સર્કલ પાસે આવતા જીવરાજભાઇ ગઢવી તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નેહાબેન અક્ષયભાઈ લાખાણી રહે. મકાન નંબર ૨૧૯ શેરી નંબર ૧૩ પ્રમુખસ્વામીનગર ગેટ નંબર ૨(બે) ની પાસે ભુજ વાળી એચ.ડી.એફ.સી. બેન્કની બાજુવાળી ગલીમાં આવેલ આઈયા એપાર્ટમેન્ટમાં ગ્રાન્ડ ફ્લોર પર લીફટની પાછળના ભાગે એક ફ્લેટ ભાડે રાખી જે ફ્લેટમાં ગેરકાયદેસ રીતે બહાર થી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો લઈ આવી રાખી તે ભારતીય બનાવટનો વિદેશીદારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે તેવી ભરોસાલાયક બાતમી હકિકત મળેલ હોય. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી એ’ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૨૫૮/૨૦૨૬ ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ ની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ એ’ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૧૨,૬૪,૯૬૦/-)
ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ ૧૮૬ જેની કિ.રૂ.૫,૦૭,૫૯૦/-
હાજર નહી મળી આવેલ આરોપીઓ:
નેહાબેન અક્ષયભાઈ લાખાણી રહે. મકાન નં.૨૧૯ શેરી નં. ૧૩ પ્રમુખસ્વામીનગર ભુજ કચ્છ
આરોપી બહેન નેહાબેન અક્ષયભાઈ લાખાણીનો ગુનાહિત ઇતિહાસ
ભુજ શહેર એ’ડીવીઝન પોસ્ટે ગુ.ર.નં. ૫૮૨/૨૦૨૫ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી) મુજબ
ભુજ શહેર એ’ડીવીઝન પોસ્ટે ગુ.ર.નં. ૭૪૨/૨૦૨૫ પ્રોહીબીશન એક્ટ કલમ
૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ