આધાર પુરાવા વગરનો કોપર વાયર ડ્રમ-૬ કિ. રૂ.૯ લાખનો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા અન ચોરીના અન ડીટેકટ ગુના તથા ચોરીનો મુદામાલ શોધી કાઢવા સુચન કરેલ જે અનુંશંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહબે ભુજ વિભાગ ભુજ તથા ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.ચાવડાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે ખાવડા પો.સ્ટેના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
આજરોજ તા.૦૮/૦૨/૨૦૨૬ના રાત્રીના ક.૦૩/૦૦ વાગ્યાના અરશામા ખાવડા પોલીસ સ્ટેશનના પો.કોન્સ રઘુવિરસિંહ આઇ જાડેજાનાઓને એક બોલેરો પીક્પ ગાડી આર.ઈ.પાર્ક બાજુથી કોપર વાયરના ડ્રમ ભરીને આવી રહેલ છે તેવી હકીકત સચોટ મહીતી મળતા તાત્કાલિક વર્ક આઉટ કરી લુડીયા ચેક પોસ્ટ ખાતે ચેકીંગમાં રહી બાતમી વાળી શંકાસ્પદ ગાડી આર.ઈ.પાર્ક બાજુથી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડીમા કોપરના વાયર ડ્રમના ગાડી ચાલક કોઇ આધાર પુરાવા ન હોય અને ગાડીમા રાખેલ મુદમાલ બાબતે પુછતા તેણે આર.ઈ.પાર્કમાથી ચોરી કરીને લઇને આવેલ હોવાનું જણાવેલ જેથી આરોપીઓને તથા મુદામાલ સાથે પકડી પોલીસ સ્ટેશન લાવી બી.એન.એસ.એસ.અધીનીયમ-૨૦૨૩ ની કલમ-૧૦૬ તથા બી.એન.એસ.એસ. અધીનીયમ-૨૦૨૩ ની કલમ-૩૫(૧), (ઈ) મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ७.
પકડાયેલ આરોપીનું નામ
(૧) રોહિતાશ કાનારામ યાદવ ઉ.વ.૨૮ રહે.લીસારીયા તા.શ્રીમાધવપુર જી.સિકર રાજસ્થાન
(૨) અજયકુમાર તોફાન મીણા ઉ.વ.૨૫ રહે.રલાવતા તા.કિશનગઢ રેનવાલ જી.જયપુર રાજસ્થાન
પકડાયેલ આધાર પુરાવા વગરનો મુદામાલઃ-
કોપર વાયર ડ્રમ-૦૬ અંદાજીત ૧૨,૦૦૦ મીટર જેની કિ.રૂ.૯,૦૦,૦૦૦/-
બોલેરો પીક્પ ગાડી જેની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- એમ.કુલ કિ.રૂ..રૂ.૧૧,૫૦,૦૦૦/-
આ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઈન્સશ્રી એમ.બી. ચાવડા સાહેબ તથા પો.હેડ.કોન્સ ભરતભાઇ વી ચૌધરી તથા પો.કોન્સ તેજસિંહ એસ રાજપુત તથા પો.કોન્સ ભીખુભાઇ બી નંદાણીયા મુજબના પોલીસ કર્મચારીઓ જાડાયેલ હતા.