ખારીરોહર માં ઓઇલ ચોરોને પકડી પાડતી પોલિસ

આજે સવારે 6 વાગ્યે ગાંધીધામ જોન પોએલસ ઈન્સ્પેક્ટર જે.પી. જાડેજા અને તેમની ટીમે ખારીરોહર સીમમાં દરોડો પાડ્યો હતો. આરોપીઓ 14261. કંપનીના પોલ નંબર 203 અને 204 વચ્ચે આવેલી પાઈપલાઈનમાં કાણું પ્લાસ્ટિકની બે નળી વડે ડીઝલ ચોરીને કેરબામાં ભરતા હતા. ડીઝલ ભરેલાં કેરબા બોલેરોમાં રાખવામાં આવતા હતા. સ્થળ પરથી પોલીસે 54 કેરબા, બોલેરો અને એક 1-20 કાર કે જેમાં ડ્રાઈવર સીટના આગલા કાચ આગળ ‘પ્રમુખ, અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ”ની નેમપ્લેટ રખાઈ હતી તે કાર પણ કબ્જે કરી છે. સ્થળ પરથી પોલીસે ભીમાસરના રાજેશ પરબત રબારી, અભુ આમદ ખોડ (ટપ્પર) અને કાસમ ઈબ્રાહિમ કુંભાર (ભચાઉ)ની ધરપકડ કરી છે. ડીઝલ ચોરીમાં કોંગ્રેસી નેતાની કાર ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું કે, ડીઝલચોરીનો સૂત્રધાર રાજેશ રબારી છે. ડીઝલના કેરબા લઈ જતી બોલેરો જીપ આગળ રાજેશ રબારીએ આ કારને પાયલોટીંગ માટે રાખી હતી! આ કેસમાં અલ્તાફ આમદ કોરેજા (ખારીરોહર) અને જસબ રમજુ કુંભાર (ટપ્પર) બે આરોપી પોલીસના હાથ લાગ્યા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *