જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે અલગ-અલગ ઘરફોડ ચોરીના અન ડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી જખી પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ દ્રારા મિલકત સબંધી નોંધાયેલ અનડિટેક્ટ ગુનાઓનું શોધન કરવા સુચના આપવામાં આવેલ હોય
જે અનુસંધાને જખૌ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.૨.નં.-૧૧૨૦૫૦૧૭૨૫૦૦૬૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) તથા ૧૧૨૦૫૦૧૭૨૬૦૦૦૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪),૫૪ મુજબના ગુનાઓ જખૌ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતા જે ગુના કામે કામે વાંકુ સિમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની અલગ-અલગ પવનચક્કીઓમાથી અલગ-અલગ સમયે બન્ને ગુના કામે કુલ કિંમત રૂ.૧,૧૩,૬૦૦/- ના કોપર વાયર કેબલની ચોરી થયા અંગેનો ગુનો નોંધાયેલ હોય જે અનુસંધાને જખૌ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ગોહીલ સાહેબ નાઓ સાથે એ.એસ.આઇ અનિરુધ્ધસિંહ એસ.જાડેજા તથા એ.એસ.આઇ.નીર્મળસિંહ કે. જાડેજા તથા યુ.એચ.સી. સ્વરાજ કનૈયા ગઢવી તથા પો.કોન્સ.જીવરાજભાઇ એચ.ગઢવી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો ગુના અંગેની તપાસમાં કાર્યશીલ હતા. તે દરમ્યાન જખૌ પો.સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.જે. ગોહીલ તથા એ.એસ.આઇ. અનિરુધ્ધસિંહ એસ.જાડેજાનાઓને સંયુક્ત રીતે હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકિકત આધારે તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ નં.(૧) ભાવેશ નવીન પારાધી ઉ.વ.૩૨ રહે.વાંકુ તા.અબડાસા કચ્છ (૨) પુનશી મેગરાજ ગઢવી ઉ.વ.૨૫ રહે.ઝરપરા તા.મુંદ્રા કચ્છ વાળાઓને પકડી પાડી જખી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા ઉપરોકત બન્ને આરોપીઓને જખૌ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૭/૨૦૨૬ના ગુના કામે કબુલાત આપતા હોઇ જે ગુના કામે બન્ને આરોપીને અટક કરી જેગુનાની તપાસ ચાલુ હતી તે દરમ્યાન આરોપી નં(૧) ભાવેશ નવીન પારાધીનાઓ જખૌ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૬૯/૨૦૨૫ મુજબના ગુનાની કબુલાત આપેલ જે સદર ગુના કામે આરોપીને અટક ગણી આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી નામ સરનામા:- .(૧) ભાવેશ નવીન પારાધી ઉ.વ.૩૨ રહે.વાંકુ તા.અબડાસા કચ્છ (૨) પુનશી મેગરાજ ગઢવી ઉ.વ.૨૫ રહે.ઝરપરા તા.મુંદ્રા કચ્છ
કબજે કરેલ મુદામાલ – (૧) કોપર વાયર કેબલ આશરે ૭૮૦ મીટર કિ.રૂ.૩૧,૨૦૦/-
(૨) સુપર કેર ગાડી જેના રજી નંબર GJ27-TF-0335 કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:- ઉપરોકત કામગીરી જખૌ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ગોહીલ સાહેબ તથા એ.એસ.આઇ અનિરુધ્ધસિંહ એસ.જાડેજા તથા એ.એસ.આઇ.નિર્મળસિંહ કે.જાડેજા તથા યુ.એચ.સી. સ્વરાજ કનૈયા ગઢવી તથા પો.કોન્સ.જીવરાજભાઇ એચ ગઢવીનાઓ દ્રારા કરવામા આવેલ છે