ભચાઉની ઓફિસ સંલગ્ન તલાટીના રેકોર્ડ રૂમમાં ભભૂકી ઉઠેલી આગ સાત કલાકે કાબૂમાં આવી

copy image

copy image

ભચાઉમાં ભાડા ઓફિસ સંલગ્ન તલાટીના રેકોર્ડ રૂમમાં મધ્યરાત્રીએ કોઈ કારણે ભભૂકી ઉઠેલી આગ સાત કલાકે કાબૂમાં આવી હતી. ભચાઉમાં ભાડાની તલાટી કામગીરી એકાંત સ્થળે કાર્યરત હતી, જેમાં ભેદી સંજોગો વચ્ચે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મધ્યરાત્રિએ લાગેલી આગ પર ફાયર વિભાગએ ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં સરકારી સાહિત્યને ખૂબ મોટી હાનિ પહોંચી હોવાનું સામે આવ્યું છે.