પો.સબ ઈન્સ.એ.સીં.બારેયા તથા સાથે પો.કોન્સ.દીપકભાઈ જેઠાભાઈ પો.કોન્સ.ગીરીશભાઈ અરજણાભાઈ,પો.કોન્સ,જસરજ નારાણભાઈ તથા પો.કોન્સ.વીજેન્દુસિંહ નોરુભા રાત્રીના સમયે પેટ્રોલીગમાં હતા ત્યારે એસ.ટી.રોડ પર આવેલી કુટપાથ પર બે નાના બાળકો સુતેલી હાલતમાં નજરે પડેલ જેઓને ઉઠાડીને પુછપરછ કરતાં બન્ને બાળકોએ જણાવેલ કે ઘરેથી અમોને સ્કૂલની બાબતે ઠપકો મળતાં રીસાઈને ઘરેથી નિકળી ગયા છીએ. માંડવી પોલીસે મુન્દા મરીન પો.સ્ટે.થી તેઓના વાલીનો સંપર્ક કરાવી બન્ને બાળકોનો કબ્જો તેના વાલી ઓને સોપી પોલીસે તેમની ફરજ નીભાવી છે.